Saturday, 22 February 2014

અંબાપુરે ગાંધીનગર માં ડંકો વગાડ્યો .

'Ambapur XI' team won first match by 6 wickets.
વ્હાલા'ભાઈઓ -બેહનો , ઠંડીએ થોડા દિવસ વિરામ લીધો છે ...ત્યારે આજના દિવસે 'ગાંધીનગર' ખાતે 'સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા' સંસ્થા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવા માં આવ્યું છે .જેમાં આપણી અંબાપુર ની ટીમે ભાગ લીધેલ છે.આજે વેહલી સવારે આપણી 'અંબાપુર ઈલેવન ' અને ગાંધીનગરની સ્કુલ 'પ્રેરણા વિદ્યાલય' સામે મેચ યોજાઈ હતી .જેમાં આપણી ટીમે 6 વિકેટ થી વિજય મેળવ્યો હતો .

ટૂંકો સ્કોર

અંબાપુર ઈલેવન ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લેવાનો નિર્ણય લીધો હતો.જે મુજબ પ્રેરણા વિદ્યાલય ની ટીમે પ્રથમ બેટિંગ લીધી હતી.
પ્રેરણા ઈલેવન: કુલ રન : 46/10(7.3 ઓવર )
અંબાપુર ઈલેવન: કુલ રન : 52/4(6.3 ઓવર )