વ્હાલાં ભાઈઓ-બેહનો , જય અંબે !!
બહુ ટાઈમ પછી અમને પોસ્ટ લખવાનો સમય મળ્યો .આ વખતે આપના ગામમાં થતા ચૌદસના ગરબા 7,ઓક્ટોમ્બરની તારીખએ છે.બસ હવે ગણતરીના દિવસોજ બાકી રહ્યા છે.બીજી વાત,કે અમને તમારા તરફથી મળતા પ્રતિસાદ અને સહાયને લીધે અમે એક સરળ અને સારું પગલું ભરવા જઈ રહ્યા છીએ .
આ પગલું એ અંબાપુરના તમામ લોકો અને બીજા સબંધીઓ માટે ભેટરૂપી નીવડશે .
મારુતિગ્રુપ તરફથી ભેટ !!
મારુતિગ્રુપ આ ચૌદસના ગરબા વખતે અંબાપુરની પોતાની વેબસાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે ! જેનો મુખ્ય ઉદ્દેશ ઈન્ટરનેટનાં આ જમાનામાં અંબાપુરને પણ વેબદુનિયામાં જીવંત કરવાનું રેહશે !
અમે ભેટરૂપે www.Ambapur.com નામની વેબસાઈટ પ્રસ્થાપિત કરીશું . આ વેબસાઈટને અમે અમારાથી શક્ય તેટલી સરળ,ઉપયોગી અને યુઝર ફ્રેન્ડલી બનાવીશું.જો તમારે કોઈ ઉપયોગી,માહિતી કે એવું કઈ વેબસાઈટ પર મુકવું હોય તો તમે પણ મુકાવી શકશો.
તમારે કોઈ જાહેરાત આપવી હોય તો પણ આપી શકશો .બસ આવી રીતે તમે સહાય આપતા રહો ...અમે અમારી રીતે શક્ય તેટલા પ્રયત્નો કરતા રહીશું .