Wednesday, 1 July 2015

ગામડામાં હુમલાખોર લૂંટારૂઓની ગેંગ ફરતી હોવાની અફવા:પોલીસ

Source : Gandhinagar Bhaskar

પોલીસે તપાસ કરતા એક પણ કિસ્સામાં તથ્ય મળ્યું નથી
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
ગાંધીનગરજિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે બુકાની પહેરીને, ચડી-બનીયાન પહેરીને, શરીરે ઓઇલ લગાવીને, ચપ્પા-છરા જેવા હથિયારો લઇને ટોલકી આવે છે અને કોઇના કાન તો કોઇના નાક કાપી નાખે છે તો કયાંક ધોકા વડે ઢોર માર મારીને ભાગી જાય છે. આવી અફવાઓએ વ્યાપક વેગ પકડ્યાનાં પગલે ગાંધીનગર એસપી વિરેન્દ્રસિંહ યાદવે ઝીણવટભરી તપાસ કરવા આદેશ આપ્યા હતાં. પરંતુ સળગતો બનેલો મુદ્દો આખરે માત્ર અફવા સબિત થયો છે.
જે ગ્રામજનોએ રાત્રે ટોળા કરીને હથિયારો લઇને ફરતાં થયા હતાં તે પૈકી એક-એક વ્યકિતને પુછવામાં આવ્યું ત્યારે કોઇએ નજરે ગેંગને જોઇ હોવાનું જણાવ્યું નથી. કેટલાક વિસ્તારોમાં ગાડી લઇને ગેંગને ભાગતા જોયાની બુમો ઉઠી તો ત્યાં પોલીસે ઉંડી તપાસ કરી ત્યારે બહાર આવ્યું કે ગ્રામજનોનું ટોળુ તેમની સામે આવતા જોઇને તે ગાડી લઇને જતા માણસો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતાં. તાજેતરમાં વલાદમાં એક મહિલાને બાંધીને વાળ કાપી નાંખ્યાનો બનાવ ચર્ચાયો હતો. તેમાં ઉંડી તપાસ કરતાં વાળ કોઇ શસ્ત્રથી કાપેલા હોવાનું પરંતુ કાંસકામાં ગુંચના નછુટેલા અને ખરી ગયેલા વાળનો ગુછો હતો. ઉપરાંત પેથાપુરમાં એક મહિલાના કાન કાપી નાંખ્યાની વાત આવતા પોલીસે તપાસ કરી તો એવું કાંઇ હતુ નહિ.
ઘોડેસવાર સહિત પોલીસ પેટ્રોલિંગ શરૂ
ગ્રામજનોનેપણસાથે રાખીને ઘોડેસવાર સહિત પેટ્રોલિંગ અને નાઇટ પેટ્રોલિંગ કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના અપાઇ છે તેમજ સ્થાનિક હથિયારી પોલીસ સહિતના કાફલાને પણ નજર પેટ્રોલિંગમાં રહેવાની સુચના આપી છે
અફવાફેલાવનાર હથિયારો સાથેના ટોળા સામે ગુનો નોંધાશે
જિલ્લામાંભયનામાહોલના પગલે હથિયારો લઇને ટોળા નીકળી પડવાથી ગ્રામજનો અસુરક્ષિત હોય તેવું પ્રસ્થાપિત થવા સાથે નિર્દોષ વ્યકિત ઝપટે ચઢી જવાથી કોઇનો ભોગ લેવાઇ જવાની આશંકા રહે છે. સ્થિતિને નિવારવા અફવાઓ ફેલાવનારાઓ સામે તથા હથિયારો લઇને નિકળી પડતાં ટોળા ગુનો નોંધાશે.
ઝાડપરથી ચોરનાં બદલે વાંદરો નિકળ્યો
ડભોડાવિસ્તારમાંરાત્રીના સમયે એક મહીલાએ બુમાબુમ કરી મુકી કે ઝાડ પર ચોર બેઠો છે અને તેની આંખો દેખાય છે. સાથે ટોળુ ભેગુ થઇ ગયુ અને પોલીસ બોલાવાઇ પરંતુ પોલીસે આવીને તપાસ કરી તો ઝાડ પર વાંદરો બેઠેલો મળ્યો હતો.