Friday, 22 November 2013

સૌ વાલીઓને આ પોસ્ટ સમર્પિત કરીએ છીએ....!!

આ પોસ્ટ એવા વાલીઓ ને સમર્પિત કરીએ છીએ કે જેમના બાળકો અથવા  કોઈ સંબંધી નો દીકરો કે દીકરી વર્તમાન દિવસોમાં ધોરણ 10,11 અને 12 માં અભ્યાસ કરતા હોય તેવા વાલીઓ અને શિક્ષકો  ખાસ ધ્યાન આપે.હાલનાં આ યુગ માં બધુય મોબાઈલ થી શક્ય છે.અને એમાય સૌથી વધુ લોકોની પસંદ 'એન્ડ્રોઇડ' ઓપરેટીંગ સીસ્ટમ વાળા મોબાઈલ નો જમાનો છે.

હા તો ,અમારી જાણકારી મુજબ ગુગલ ની પ્લેસ્ટોર માં નવી શિક્ષણ ને લગતી એપ્લીકેશન આવી છે.જેની માહીતી નીચે મુજબ છે.

એપ્લીકેશન નામ : Fast MCQ
એપ્લીકેશન પ્રકાશક : ગોપીનાથજી ઈન્ફોસીસ લીમીટેડ 

ક્યાં ક્યાં ઉપલબ્ધ : ગૂગલ  પ્લેસ્ટોર અને Offical Website

એપ્લીકેશન ની ખાસિયતો


  • પ્રેક્ટીસ 24X7 anytime, anywhere.
  • unlimited પ્રેક્ટીસ ટેસ્ટ.
  • chapter wise ટેસ્ટ લેવાની સુવિધા.
  • સમય મર્યાદા સાથે ટેસ્ટ.
  • topic wise પરિણામ.
  • ધોરણ 10 અને 11,12 (Science) ના ૩૦૦૦૦+ MCQ

ખાસ નોંધ : આ એપ્લીકેશન અમે ડેવલપ કરેલી નથી.અમે તો માત્ર આ એપ્લીકેશન ને દરેક વાલી સુધી પોહ્ન્ચાડવા માંગીએ છીએ.

Saturday, 2 November 2013

કાળી ચૌદસ શા માટે ?

વ્હાલા ભાઈઓ-બેહનો ,

આપ સૌને અને તમારા પરિવારને સમસ્ત મારુતિગ્રુપ તરફ થી હાર્દિક શુભકામનાઓ ....!

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું (પરંતુ, હાલમાં થયેલાં તબીબી સંશોધનો પરથી, ડોક્ટરો આવી મેંશ આંખમાં આંજવાનો વિરોધ કરે છે અને ખાસ કરીને બાળકોને મેંશ ના આંજવી તેવી સલાહ આપે છે).

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાઅસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો ત્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.