Sunday, 29 December 2013
અંબાપુર ના 'શ્રી વારાહી માતા ' નો આલ્બમ
ભાઈઓ બેહનો ,પેહલી વખત 'શ્રી વારાહી માઁનો આલ્બમ ઈન્ટરનેટ પર પેહલી વખત રજુ કરેલ છે .ઘણા બધા વિચારો દરમિયાન લાગ્યું કે કાંઇક રહી જાય છે .પછી ખબર પડી કે...'શ્રી અખંડજ્યોત સ્વરૂપ અંબે ' ની બાજુ માં આવેલ આ વારાહી માતાને કેમ ભૂલાય ભાઈ.?
![]() |
| શ્રી વારાહિ માઁ :અંબાપુર ૧ |
![]() |
| શ્રી વારાહિ માઁ :અંબાપુર ૨ |
![]() |
| શ્રી વારાહિ માઁ :અંબાપુર ૩ |
![]() |
| શ્રી વારાહિ માઁ :અંબાપુર ૪ |
Wednesday, 25 December 2013
મોદી સાહેબ,અંબાપુરની વાવ જોવા આવજો ...!
![]() |
| Chintan Patel with Mr.Sir Narendra Modi |
પણ હાલમાં આ વાવ જાણે કે ખંડેર સમાન બની ગઇ છે. કોઇકારણોસર વાવના પ્રવેશદ્વારે જ સમારકામની જરૂરિયાત ઉભી થઇ છે. કારણકે વાવના પ્રવેશદ્વાર આગળ ઉપરના ભાગે ભંગાણ પડ્યું હોય એવું લાગી રહ્યું છે. પણ વાવનું સમારકામ શા માટે થઇ રહ્યું છે તેના વિષે ગામના લોકો અજાણ છે. ત્યાં સમારકામ કરતાં કારીગરોને પણ વાતની ખબર નથી. પણ જ્યારે અહીં કોઇ અજાણ્યો મુસાફર આવી ચડે અને વાવ જુએ તો તે પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. અનાયસે મોંમાથી શબ્દો સરી પડે કે, કેટલી સરસ વાવ છે.
હાલમાં ઉપરના ફોટોમાં જોવા મળતા અંબાપુરના સામાજિક કાર્યકર ચિંતનભાઈ છે.
Tuesday, 24 December 2013
અમને સંપર્ક કઈ રીતે કરશો ?
ઈ-મેઈલ મોકલો
સોશિયલ નેટવર્ક પર જોડાઓ
સોશિયલ નેટવર્ક પર નીચેની લીંક થી જોડાઓ- Facebook : www.facebook.com/Ambaapur
- Twitter : www.Twitter.com/Ambaapur
- Youtube : www.youtube.com/AmbaapurGam
મારુતિગ્રુપ યુવક મંડળ
અમે કોણ છીએ ?
![]() |
| Logo of MarutiGroup Pvt. Ltd. Launched in Dec,2013 |
અમારો આગામી ઉદ્દેશ
ઉપર જણાવ્યા મુજબ અમે વર્તમાન સમયમાં હાલમાં કાર્યરત તો છીયેજ,પણ અમને તમારા તરફથી મળતા પ્રતિસાદ મુજબ અમે અમારા આગામી ઉદ્દેશ નક્કી કરેલ છે .જે બદલ તમારો પ્રતિસાદ આપવા વિનંતી (નીચે કોમેન્ટ બોક્ષમાં લખજો ).
- અગામી ચૌદસના ગરબા વખતે 'www.Ambapur.in' ની શરૂઆત કરવી(2014) .
- 2015 ની ચૌદસના ગરબા વખતે 'www.Ambapur.com' રજુ કરવી (2015).
Sunday, 22 December 2013
રામજી મંદિર અને સ્વામીનારાયણ મંદિર :જન્માષ્ટમિ 2013
વ્હાલા ભાઈઓ-બેહનો, આપણા ગામમાં જન્માષ્ટ્મી વખતે 'દહીંહાંડી' નો કાર્યક્રમ રાખવાનો રીવાજ હમણાંથીજ અમલમાં આવ્યો છે.એમાય આ કાર્યક્રમ આશરે ત્રણેક વર્ષજ જુનો છે.
ક્યાં ક્યાં ઉજવાય છે ?
આપણા ગામ આ તેહવાર કદાચ ઘણા સમય પેહલા ઉજવાયો હતો પણ તે ગામના પાદરે ઉજવાયો હતો ,પણ હવે આ તેહવાર ગામ માં બેજ જગ્યાએ ઉજવાય છે .1.રામજી મંદિર
2.સ્વામીનારાયણ મંદિર
રામજી મંદિર
![]() |
| DanhiHandi : RamjiMandir |
રામજી મંદિરની આ દહીં હાંડી ની ખાસ એ વાત છે કે,આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં માત્રને માત્ર બાળકો ભેગા મળીને કરે છે.પૈસા જાતે ઉઘરાવાના ,મટકી જાતે લાવાની વગેરે ............
અને હા,મંદિરની બાજુમાં આવેલી ખડકીના નિવાસીઓએ કઈ ઓછા નહિ,સમગ્ર દિવસ દરમિયાન બાળકોને મદદ કરાવે છે.બોસ ,આ બાળકો નાના બજેટ માં પણ ધૂમ મચાવે એટલો આનંદ મેળવે છે.
સ્વામીનારાયણ મંદિર
સ્વામીનારાયણ મંદિર આખુય લાઈટો ના અજવાળાથી ઝગમગી ઉઠે છે.અહીં બજેટ પણ હાઈક્લાસ જ હોય અને મટકી પણ એક નહિ પણ ચાર કે પાંચ તો રાખવાનીજ .આ કાર્યક્રમનું આયોજન 'અંબિકા યુવક મંડળ' કરે છે .![]() |
| Swaminarayan Mandir Ambapur (Janmashtmi ) |
![]() |
| Swaminarayan Mandir Ambapur 2013 |
![]() |
| Swaminarayan Mandir |
![]() |
| Swaminarayan Mandir |
![]() |
| Swaminarayan Mandir |
![]() |
| Swaminarayan Mandir |
![]() |
| Swaminarayan Mandir |
![]() |
| Swaminarayan Mandir |
![]() |
| Swaminarayan Mandir |
![]() |
| Swaminarayan Mandir |
![]() |
| Swaminarayan Mandir |
Friday, 20 December 2013
ગરબાની નવી અને લોકપ્રિય સ્ટાઈલ
અંબેમાંની વાર્તા
શું તમે જાણો છો? કે આપણા ગામમાં દર શરદ પૂનમની આગળની ચૌદસે ગરબા કેમ ઊજવાય છે? નાં જાણતા હોવ તો 10 મિનીટ નો સમય નીકાળી આ જરૂર વાંચજો .
સંપૂર્ણ વાર્તા
શ્રી માતાજીએ સાથે જવા સંમતિ આપી કહ્યું "આ જ્યોતિમાં થી જ્યોત પ્રગટાવી હાથમાં લઈ તારે ચાલતા થવું.માર્ગ માં આપણને કોઈ રોકે,જ્યોત નું પૂજન કરે, તે ઠેકાણે સ્નાન કરવા પવિત્ર જળ હોય તેમજ ત્યાંનાં માણસો અખંડજ્યોત રાખવા સંમત થાય તો તે સ્થળે મને બિરાજમાન કરી તારે મારી સેવા ત્યાજ કરવી." ભક્ત માતાજી સાથે સંમત થયા.શ્રી લલ્લુરામજીએ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી જમણા હાથમાં જ્યોત રાખી શ્રી જય અંબે માં જય અંબે ગાતા ગાતા આરાસુર થી મહેમદાવાદ પોતાના વતન જવા પ્રયાણ કર્યું.શ્રી અંબાજી માતાએ તેજ સમયે અંબાપુર ગામના આગેવાનોને સ્વપ્નામાં પ્રેરણા આપી કે,"તમારા ગામે થઈ જે ભક્ત મને સ્નાન કરવા જતાં તમારા ગામની વાવ પર આરામ કરે છે તેને આધીન થઈ તેના સાથે આવવાનું મે વચન આપેલ છે.પરંતુ તમારા ગામમાં અખંડ જ્યોત કાયમ જલતી રાખો તો તમારા ગામે રોકાઈ જઈશ." આગેવાનો સવારમાં વહેલા ઊઠીને તરતજ ભેગા થયાને એક-બીજાને આવેલ સ્વપ્નની વાત કરી.આ વાત પવન વેગે ગામમાં ફેલાઈ ગઈ.ગામના બધાજ માણસો ભેગા થયા.સ્વપ્ના સાચું પડશે કે કેમ ? તે જાણવા જોવા ભાવવિભોર બની ગયા.ગામ આગેવાનોની અપીલથી અખંડ જ્યોત રાખવાનું વચન ગામ લોકોએ તાળીઓના નાદથી વધાવી લીધું અને ભક્તની રાહ જોતાં સૌ વાવ પાસે જય અંબેની ધૂન લગાવી બેસી ગયા. ભક્તને દૂરથી દેખતાની સાથે જ ગામ નાગરિકો એ ઢોલ,નગારા ને શરણાઈના સૂરો સાથે 'બોલ મારી અંબે જય જય અંબે' ના નાદ થી સામે દોડતા જઈ ભક્તનું ભાવભીનું અભિવાદન કર્યું ને બનેલી વાત કરી ને ભક્ત સમક્ષ અખંડ જ્યોત રાખવા પ્રતિજ્ઞાબદ્ધ થયાને માતાજી ને રાખવા તત્પરતા બતાવી શ્રી જગદંબાની અંબાપુર ગામે પધરામણી થઈ. શ્રી લલ્લુરામજીએ જનતાના સાથ સહકારથી સંવત ૧૯૨૯માં અંબાજી માતાનું મંદિર બંધાવ્યું.મંદિર બંધાવ્યું પછી ગામના આગેવાનો વિચારવા લાગ્યા કે, માતાજીની મૂર્તિ ક્યાં મળતી હશે.વિચારતા વિચારતા સંવત ૧૯૩૦ની ચૈત્ર સુદ ૮ આવી ત્યારે માતાજીનું નામ લઈ હવન કર્યા.છતાં મૂર્તિ લાવવાનું સ્થળ ના જડતા મહંતશ્રી ચિંતિત બન્યા. શ્રી માતાજીએ જયપૂરમાં મૂર્તિઓના શિલ્પી સૂરજભાણને પ્રેરણા આપી કે "ગુજરાત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સાબરમતી ગામની ઉત્તરે પાંચ માઈલે બુરથલ ગામ છે.ત્યાં મારી મૂર્તિને મોકલી આપ."સ્વપ્નનો માતાજીનો આદેશ સાચો માની સુરજભાણજી સંવત ૧૯૩૦ની વૈશાખ સુદ ૩ ના રોજ માતાજીની મૂર્તિ લઈ આવ્યાને બનેલી વાત જણાવી.ખર્ચની રકમ મહંત શ્રી તરફથી આપવાની વાત થતાં ફક્ત આશીર્વાદ લઈ શિલ્પકાર ગયા. શ્રી અખંડ જ્યોતિ સ્વરૂપ જગદંબાની પ્રાણ પ્રતિષ્ઠા સંવત ૧૯૩૦ વૈશાખ વદ પાંચમના દિવસે કરી હતી.ત્યારથી અખંડ જ્યોત જલે છે.થોડા વર્ષોથી ખંભાત,મલાતાજ,નાર(તા.પેટલાદ) ના સંઘો માગશર સુદ છઠના રોજ અંબાપુર મા ના દર્શનાર્થે આવે છે. ભક્તશ્રી લલ્લુરામજીને સંવત ૧૯૨૭ના આસો સુદ ચૌદસના રોજ માતાજી પ્રસન્ન થયેલા તે પવિત્ર દિનને યાદગાર દિન તરીકે મહંતશ્રીના આશીર્વાદ થી સંવત ૧૯૩૦ આસો સુદ ચૌદસના રોજ થી માતાજીના ગરબાનું જે આયોજન કરવાંમાં આવેલ તે આજ દિન સુધી ચાલુ છે.જેમ જેમ પ્રજામાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ માઈ ભક્તો તરફથી ભવ્ય ગરબાનું આયોજન થતું ગયું.ગુજરાત તેમજ બીજા પ્રાંતના ગણા માઈ ભક્તો આ અખંડ જ્યોતિ સ્વરૂપ અંબાજી માતાના તથા આસો સુદ ચૌદસ ના ગરબાના દર્શન કરી પોતાના મનવાંછિત ફળ મેળવ્યાના હજારો દાખલા છે. ગુજરાતમાં જ્યારે છપ્પનિયો દુકાળ પડેલો ત્યારે માતાજીના મંદિરમાં થી મહંત શ્રીએ લાડવાની લ્હાણ કાઢી હજારો જીવાત્માને પ્રસાદથી જીવતદાન આપેલું. લલ્લુરામજીએ માતાજીની આજીવન સેવા કરેલી,ત્યારબાદ તેમના પુત્ર શિવશંકરભાઈએ અને ત્યારબાદ તેમના પુત્ર મણિલાલભાઈએ સેવાકાર્યો કરેલા.
Thursday, 19 December 2013
ગરબા ની એક રમુજ ઝલક
વ્હાલા ભાઈઓ બેહનો ,થોડા મહિના પેહલા જ આપના ગામમાં આ વર્ષના ગરબા સમાપ્ત થયા .કદાચ અંબાપુર માં જનમેલી દરેક વ્યક્તિ દર વર્ષે આ તેહવાર ની રાહ જોતી હશે ! અને કેમ ના જુએ,ગરબા ની વાત જ કાંઇક અલગ હોય છે .
તો આ વર્ષ ના ગરબા ની એક રમુજ ઝલક નો આ વિડીઓ જોઈ તમારું દિલ ખુશ થઇ જશે ...એક વખત બે મિનીટ નો સમય નીકાળી જરૂર નિહાળજો.
Monday, 2 December 2013
Subscribe to:
Posts (Atom)


















.png)












