વ્હાલા ભાઈઓ-બેહનો,
આપણા ગામમાં જન્માષ્ટ્મી વખતે 'દહીંહાંડી' નો કાર્યક્રમ રાખવાનો રીવાજ હમણાંથીજ અમલમાં આવ્યો છે.એમાય આ કાર્યક્રમ આશરે ત્રણેક વર્ષજ જુનો છે.
ક્યાં ક્યાં ઉજવાય છે ?
આપણા ગામ આ તેહવાર કદાચ ઘણા સમય પેહલા ઉજવાયો હતો પણ તે ગામના પાદરે ઉજવાયો હતો ,પણ હવે આ તેહવાર ગામ માં બેજ જગ્યાએ ઉજવાય છે .
1.રામજી મંદિર
2.સ્વામીનારાયણ મંદિર
રામજી મંદિર
 |
| DanhiHandi : RamjiMandir |
રામજી મંદિરની આ દહીં હાંડી ની ખાસ એ વાત છે કે,આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં માત્રને માત્ર બાળકો ભેગા મળીને કરે છે.પૈસા જાતે ઉઘરાવાના ,મટકી જાતે લાવાની વગેરે ............
અને હા,મંદિરની બાજુમાં આવેલી ખડકીના નિવાસીઓએ કઈ ઓછા નહિ,સમગ્ર દિવસ દરમિયાન બાળકોને મદદ કરાવે છે.બોસ ,આ બાળકો નાના બજેટ માં પણ ધૂમ મચાવે એટલો આનંદ મેળવે છે.
સ્વામીનારાયણ મંદિર
સ્વામીનારાયણ મંદિર આખુય લાઈટો ના અજવાળાથી ઝગમગી ઉઠે છે.અહીં બજેટ પણ હાઈક્લાસ જ હોય અને મટકી પણ એક નહિ પણ ચાર કે પાંચ તો રાખવાનીજ .આ કાર્યક્રમનું આયોજન 'અંબિકા યુવક મંડળ' કરે છે .
 |
| Swaminarayan Mandir Ambapur (Janmashtmi ) |