વ્હાલાં ભાઈઓ અને બેહનો ,
થોડા સમય પેહલા અમે આપણા આ બ્લોગ પર આપણા ગામની વાવ પ્રત્યે સરકાર અને પુરાતત્વ ખાતાની બેદારકારી અંગે પોસ્ટ કરી હતી .આ પોસ્ટ પણ અમે એજ સંદર્ભે લખી છે.તમને જાણીને નવાઈ લાગશે પણ એકાદ અઠવાડિયા પેહલા 'દિવ્યભાસ્કર ગાંધીનગર' ના રિપોર્ટર એવા શ્રી જગમાલભાઈ સોલંકીએ આપણા ગામની વાવ પર આવી રહેલું સંકટ દુનિયા સમક્ષ મુક્યું પણ જો માંડ હજુય કોઈ પ્રતિક્રિયા થઇ હોય.એટલે જ તો મોદી સરકાર હોય કે સોનિયા બહેનની સરકાર હોય "તકલીફ તો રેહવાની".નીચેની અમારી આ રજૂઆત દિવ્યભાસ્કરની વેબસાઈટ પર જગમાલભાઈની ખાસ રજૂઆતમાં થી લીધેલી છે .માટે જગમાલભાઈ ને ખુબ ખુબ આભાર ...!!!
| (તસવીરઃ ગાંધીનગરનાં અંબાપુરા ગામે આવેલી ૧૫મી સદીની કલાત્મક વાવ ખંડેર થવાને આરે ઉભી છે. જગમાલ સોલંકી) |
અંબાપુરની કલાત્મક વાવની સંભાળમાં તંત્રની દુર્લક્ષતા
- આર્કોલોજી ડીપાર્ટમેન્ટે માત્ર કાળજી રાખવાનાં બોર્ડ લગાવી સંતોષ માન્યો
ગાંધીનગર, પાટણની રાણકી વાવને તાજેતરમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેઝમાં સમાવિષ્ઠ કરાયા બાદ ગુજરાતનાં ગૌરવ સમી આવ કલાત્મક વાવની સાથે સાથે ગુજરાતમાં અન્ય સ્થળો પર આવેલી કલાત્મક વાવો વિશે પણ ચર્ચા જાગી છે. ત્યારેગાંધીનગરનાં અંબાપુરા ગામે આવેલી ૧૫મી સદીની કલાત્મક વાવની જાળવણી તરફ આર્કોલોજી વિભાગની દુર્લક્ષતાનાં કારણે ખંડેર થવાને આરે ઉભી છે.
(તસવીર- ભુકંપ જેવી કાળની થપાટોનાં લીધે છુટા પડી રહેલા કુવાની કમાનનાં પથ્થરો)
(તસવીર- કાળની થપાટો છતા વાવને ટેકારૂપ બનેલા કલાત્મક સ્તંભો.)
|
રંતુ ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં પણ કલાનાં ઉતમ નમુનાં સમી વાવો સ્થાનિક રહેવાસીઓની અણસમજણ તથા તંત્રની બેદરકારીનાં કારણે ખંડેરોમાં ફેરવાઇ રહી છે.