Wednesday, 25 December 2013

મોદી સાહેબ,અંબાપુરની વાવ જોવા આવજો ...!

Chintan Patel with
Mr.Sir Narendra Modi 
ગામના લોકોનુ કહેવું છે કે આ વાવ સૈકા જૂની છે. ઇ.સ.૧૪૧૧માં મહંમદ બેગડાના સમયગાળા દરમિયાન આ વાવનું બાંઘકામ થયું હતું. ત્યારે વાવમાં મંદિરો પણ નિર્માણ કરાતા અને ત્યાં દિવા પ્રગટાવી આરતીઓ થતી. જેથી કોઇ ખરાબપ્રવૃત્તિ ત્યાં ના થઇ શકે. 
પણ હાલમાં આ વાવ જાણે કે ખંડેર સમાન બની ગઇ છે. કોઇકારણોસર વાવના પ્રવેશદ્વારે જ સમારકામની જરૂરિયાત ઉભી થઇ છે. કારણકે વાવના પ્રવેશદ્વાર આગળ ઉપરના ભાગે ભંગાણ પડ્યું હોય એવું લાગી રહ્યું છે. પણ વાવનું સમારકામ શા માટે થઇ રહ્યું છે તેના વિષે ગામના લોકો અજાણ છે. ત્યાં સમારકામ કરતાં કારીગરોને પણ વાતની ખબર નથી. પણ જ્યારે અહીં કોઇ અજાણ્યો મુસાફર આવી ચડે અને વાવ જુએ તો તે પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. અનાયસે મોંમાથી શબ્દો સરી પડે કે, કેટલી સરસ વાવ છે.

હાલમાં ઉપરના ફોટોમાં જોવા મળતા  અંબાપુરના સામાજિક કાર્યકર ચિંતનભાઈ છે.