Saturday, 19 September 2015

અંબાપુરની દીકરીને ન્યુ સાઉથ વેલ્સની સ્કુલમાં મળ્યું ખાસ સન્માન !

વ્હાલાં મિત્રો,

હાલ આપણાં ગામમાં દર વર્ષની જેમ શ્રાવણ માસ અને હવે ભાદરવી પૂનમ માટેના પવિત્ર પ્રસંગો ચાલુ થઇ ગયા છે.આપણા ગામનો કેમ્પ પણ શરુ થઇ ગયો છે.અને હજુય પણ ગામમાં ઘણાં બધા પવિત્ર પ્રસંગો બાકી છે અને સૌથી મોટો પ્રસંગ "ચૌદસના ગરબા" તો ખરાજ ! એની તો દરેક ગ્રામજનો આતુરતાથી રાહ જોવે છે.

હવે વાત કરીએ અંબાપુરની દીકરી પ્રિનાની!પ્રિનાએ ઓસ્ટ્રેલિયામાં વસતા મૂળ અંબાપુરના વતની મનીષભાઈ ની દીકરી છે.જે હાલ ગ્રેસ્ટેન્સ પબ્લિક સ્કુલ,ન્યુ સાઉથ વેલ્સમાં ધોરણ 3માં અભ્યાસ કરે છે.
[gallery link="file" size="medium" ids="506,507"]

આ સ્કૂલમાં દર વર્ષે દરેક ધોરણમાં "પ્રિન્સીપાલ એવોર્ડ" નામનું ખાસ સન્માન આપવામાં આવે છે.જે આ વર્ષે આપણા ગામની દીકરી "પ્રિના"ને મળ્યું હતું.પ્રિનાને તેના આ સન્માન બદલ મારુતીગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન ! આવી ને આવી પ્રગતિ કરી ગામનું નામ ઊંચું કરો એવી અમારી અપેક્ષાઓ!